યાત્રાધામ દ્વારકામાં આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં સેનાના નામે રોફ જમાવી ઠગાઈ આચરતા એક નકલી આર્મી મેનને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યો છે. સેનાનો ડ્રેસ અને ખોટું ઓળખપત્ર ધારણ કરીને આ શખ્સ લાંબા સમયથી છેતરપિંડી કરી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
રાજસ્થાનના શિહોરીનો 19 વર્ષીય યુવાન ઝડપાયો
મળતી માહિતી મુજબ, દ્વારકા પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા સેનાના ગણવેશમાં શંકાસ્પદ હાલતમાં ફરતા એક યુવકને દબોચી લીધો હતો. પકડાયેલા શખ્સની ઓળખ રાજસ્થાનના શિહોરી જિલ્લાના કમલેશ રેબારી (ઉં.વ. 19) તરીકે થઈ છે. આટલી નાની ઉંમરે આ યુવાને સેનાના ગૌરવશાળી યુનિફોર્મનો ઉપયોગ ઠગાઈ કરવા માટે કર્યો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
