કાળઝાળ ગરમીની સિઝન વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જામ ખંભાળિયામાં આગામી 7 જૂન અને રવિવારના રોજ પીજીવીસીએલ દ્વારા વીજ લાઇનોની પ્રી-મોન્સૂન અથવા જરૂરી સમારકામ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે શહેરમાં સળંગ 6 કલાક સુધી પાવર સપ્લાય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અસહ્ય ગરમી વચ્ચે વીજકાપ ઝીંકાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

સાધલીમાં પોલીસની વિશાળ જગ્યા કચરાના ઢગલાથી ઉકરડો બન્યો












