દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં સરકારી જમીનો પર કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઓખા-દ્વારકા હાઈવે પર સવારથી જ બુલડોઝરોની ગર્જના સંભળાઈ રહી છે અને અનેક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્રએ હાઈવે પર નડતરરૂપ અને સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો તેમજ ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે.
