પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અંધશ્રદ્ધાનો જાળ બિછાવી ભોળા નાગરિકોને શિકાર બનાવતી 'મદારી ગેંગ'નો દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. (LCB) એ પર્દાફાશ કર્યો છે. તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના પડાવી લેતી આ ટોળકીના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
દ્વારકામાં તાંત્રિક વિધિના બહાને છેતરપિંડી
આ છેતરપિંડીનો ભોગ રાજકોટના રહેવાસી નિર્મલભાઈ કાથળભાઈ ઝરૂ બન્યા હતા. ઠગબાજોએ નિર્મલભાઈને પોતાની વાતોમાં ફસાવી એવો વિશ્વાસ અપાવ્યો હતો કે તેમના સોનાના દાગીના પર જો વિશેષ તાંત્રિક વિધિ કરવામાં આવે, તો ઘરની તમામ આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ દૂર થઈ જશે અને જીવનમાં અપાર સુખ-સમૃદ્ધિ આવશે.










