ગાંધીધામ પંથકમાં નર્મદા કેનાલ ફરી એકવાર લોહિયાળ સાબિત થઈ રહી છે. ગઈકાલે ગાંધીધામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બે અલગ-અલગ સ્થળે બે માસૂમ બાળકો ડૂબવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શીણાઇ ગામ પાસે અને શનિદેવ મંદિર નજીકની કેનાલમાં આ દુર્ઘટના બની છે.


નર્મદા કેનાલમાં બાળકો ડૂબ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે બપોરના સમયે બે બાળકો કેનાલના પાણીમાં કોઈ કારણોસર ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને ગાંધીધામ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, કેનાલના ઊંડા પાણી અને વહેણને કારણે બાળકોની શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે. કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ પણ કોઈ સગડ ન મળતા ભુજથી ખાસ કેમેરાવાળી બોટની મદદ લેવામાં આવી રહી છે.

પરિવારનો આક્રોશ અને તંત્રની દોડધામ

ઘટનાને ૨૪ કલાકથી વધુ સમય વીતવા આવ્યો હોવા છતાં બાળકોની કોઈ ભાળ ન મળતા પરિવારજનોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા એસડીએમ (SDM) પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશનનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં ભુજ ફાયર બ્રિગેડ અને સ્થાનિક ટીમો દ્વારા કેમેરાવાળી બોટની મદદથી કેનાલના પટમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Vadodara: બોમ્બની ધમકી બાદ કોર્ટ ખાલી કરાવાઈ, ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડ તૈનાત


  • Follow us on: