ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીધામની મુલાકાતે આવ્યા હતા. ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ મુખ્યમંત્રીની આ પ્રથમ મુલાકાત હતી, જેને લઈને સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીધામની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાં પગે ચાલીને રોડ શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રસ્તાની બંને બાજુ ઊભેલા લોકોએ ફૂલ વર્ષા કરીને મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીએ 176 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ
ગાંધીધામના વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રીએ આજે ₹176કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે ગાંધીધામના લાંબા સમયથી પ્રવર્તતા રોડ, પાણી અને ગટર વ્યવસ્થા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, આ મોટા વિકાસ પ્રોજેક્ટ્સના અમલ પછી ગાંધીધામના નાગરિકોને માળખાકીય સુવિધાઓની સમસ્યાઓમાંથી છુટકારો મળશે અને શહેરનો વિકાસ વધુ ઝડપી બનશે.
આ પણ વાંચો: પુત્રી સાથેના ઝઘડામાં ઉશ્કેરાઈને સસરાએ જમાઈની કરી હત્યા, આરોપી ઝડપાયો