ગાંધીધામ શહેરમાં આજે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ તેજ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું અને બુલડોઝરની મદદથી રસ્તાઓ ખુલ્લા કર્યા હતા.


[[$googlead]]

ગાંધીધામમાં 160 ગેરકાયદે દબાણોનો સફાયો

ગાંધીધામ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગોપાલપુરી રેલવે સ્ટેશનથી લઈને ખોડિયારનગર સુધીના સમગ્ર પટ્ટામાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન અંદાજે 160 જેટલા ગેરકાયદેસર કાચા અને પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણોને કારણે ટ્રાફિક અને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી.

સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી

પાલિકા દ્વારા આ કામગીરી પૂર્વે સંબંધિત લોકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની ગંભીરતા સમજીને કેટલાક જાગૃત નાગરિકો અને વેપારીઓએ તો બુલડોઝર ફરે તે પહેલા જ પોતાની મેળે જ જગ્યા ખાલી કરી દીધી હતી. જોકે, બાકી રહેલા જીદ્દી દબાણદારો સામે તંત્રએ કડક હાથે કામ લીધું હતું.

[[$alsoread]]

પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી

કોઈ અઘટિત ઘટના ન બને તે માટે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. રસ્તાઓ પર થયેલા દબાણો દૂર થવાથી હવે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને મોટી રાહત મળશે. ગાંધીધામ મનપાના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો: Surat: પાલિકામાં પેપરલેસ કાર્યપ્રણાલીનો યુગ શરૂ, અધિકારીઓના પ્રમોશન અને ચાર્જની વિગતો પણ ઓનલાઇન

  • Follow us on: