ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાના દિશામાં સુરત મહાનગરપાલિકાએ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. પાલિકાના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે હવે તમામ સરકારી અધિકારીઓના સર્વિસ રેકોર્ડ અને મિલકતની વિગતોને ડિજિટલ કરવામાં આવશે.
મિલકતનો રેકોર્ડ થશે જાહેર
સુરત મહાનગરપાલિકાના આ મોટા નિર્ણય અંતર્ગત, હવે પાલિકાના તમામ કક્ષાના અધિકારીઓએ પોતાની મિલકતની વિગતો ડિજિટલ ફોર્મેટમાં આપવી પડશે. આ રેકોર્ડ ડિજિટલ થવાથી કોઈપણ અધિકારીની મિલકત અંગેની વિગતો એક ક્લિક પર ઉપલબ્ધ થશે, જેનાથી વહીવટમાં પારદર્શિતા વધશે.










