કચ્છ જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામના કિડાણા ગામમાં એક કરૂણ ઘટના સામે આવી છે. કિડાણાના તળાવમાં એક યુવક રહસ્યમય સંજોગોમાં ડૂબી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિકોની જાણ બાદ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, જે બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
કલાકો સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન
ઘટનાની મળતી માહિતી અનુસાર, કિડાણાના તળાવમાં એક યુવક ડૂબી રહ્યો હોવાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તત્કાલ ગાંધીધામ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે તળાવના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત અને ઘણા કલાકોના સર્ચ ઓપરેશન બાદ અંતે યુવકનો નિષ્પ્રાણ દેહ હાથ લાગ્યો હતો.













