મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાનીએ શહેરના વિકાસકામોમાં બેદરકારી દાખવનારાઓ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ગાંધીધામમાં રસ્તાના કામમાં સતત વિલંબ અને બેદરકારી દાખવનાર અંકિતા કન્સ્ટ્રક્શન કંપનીને કમિશનરે ₹25 લાખનો માતબર દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહીથી કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

વિકાસકામોમાં બેદરકારી દાખવનારાઓ સામે આક્રમક

અંકિતા કન્સ્ટ્રક્શન કંપનીને રસ્તાના નિર્માણ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે, કંપનીએ નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂરું કર્યું ન હતું. રસ્તાનું કામ અધૂરું હોવાને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. કમિશનર મનીષ ગુરવાનીએ અગાઉ નોટિસ ફટકારી હોવા છતાં કામમાં કોઈ પ્રગતિ ન જણાતા આખરે દંડની કાર્યવાહી કરવામાં આવી છે.

પેમેન્ટ સ્થગિત કરાયું

માત્ર દંડ જ નહીં, પરંતુ કમિશનરે કોન્ટ્રાક્ટરના બાકી નીકળતા પેમેન્ટ પર પણ રોક લગાવી દીધી છે. જ્યાં સુધી કામ સંતોષકારક રીતે અને ગુણવત્તાયુક્ત પૂરું કરવામાં નહીં આવે, ત્યાં સુધી પેમેન્ટ રિલીઝ કરવામાં આવશે નહીં તેવી કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Anand: મોબાઈલ બ્લાસ્ટ થતા પરિવારના જીવ તાળવે ચોંટ્યા; સદભાગ્યે કોઈ ઇજા કે જાનહાનિ નહીં