PM નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના ભાગરૂપે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પહોંચી ગયા છે. આજે સાંજે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ અને મેટ્રોની સફર કર્યા બાદ પીએમ મોદી સીધા જ લોકભવન ખાતે જવા રવાના થયા હતા.

લોકભવન ખાતે રાત્રિ રોકાણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે લોકભવન ખાતે રોકાણ કરશે. પીએમના આગમનને પગલે લોકભવન અને તેની આસપાસના વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. SPG અને સ્થાનિક પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આવતીકાલના કાર્યક્રમો પર નજર

લોકભવન ખાતે રાત્રિ વિશ્રામ બાદ, આવતીકાલે PM અન્ય મહત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને બેઠકોમાં સહભાગી થશે. લોકભવન ખાતે પીએમ મોદી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓ સાથે અનૌપચારિક મુલાકાત કરે તેવી પણ શક્યતા છે.

આ પણ વાંચો: PM મોદીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટને આપી લીલીઝંડી