PM નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના વિકાસમાં વધુ એક નવું સોપાન ઉમેર્યું છે. PMએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2 ના અંતિમ ભાગનું લોકાર્પણ કર્યું છે, જેની સાથે હવે મેટ્રો સીધી ગાંધીનગરના હૃદય સમાન સચિવાલય અને મહાત્મા મંદિર સુધી પહોંચી ગઈ છે.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2 ના અંતિમ ભાગનું લોકાર્પણ
આ નવો રૂટ સચિવાલયથી શરૂ થઈને મહાત્મા મંદિર સુધી લંબાયેલો છે, જેની કુલ લંબાઈ 5.36 કિમી છે. આ રૂટના કારણે ગાંધીનગરના મુખ્ય વિસ્તારો હવે રેલવે અને મેટ્રો નેટવર્ક સાથે સીધા જોડાઈ ગયા છે.નવા રૂટમાં આવતા સ્ટેશનો સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24, મહાત્મા મંદિર.
રેલવે સ્ટેશન સાથે સીધું જોડાણ
આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે મુસાફરો હવે મેટ્રો દ્વારા સીધા જ ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી પહોંચી શકશે. મુસાફરોની સુવિધા માટે મેટ્રો સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધી જવા માટે ખાસ કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે. આ સુવિધાથી મુસાફરોને ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને સમયની મોટી બચત થશે.
લોકાર્પણ અને ઉદ્ઘાટન
PM મોદીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે સ્ટેશનની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને આધુનિક પરિવહન વ્યવસ્થા બદલ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. આ મેટ્રો સેવાથી સચિવાલયમાં આવતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પર્યટકોને મોટો ફાયદો થશે.
આ પણ વાંચો:ડીંડોલીમાં કાળમુખું હિટ એન્ડ રન, બહેનને મૂકવા જતી મહિલાનું અકસ્માતમાં મોત