ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વના ફેરફારો થવા જઈ રહ્યા છે. 1989 બેંચના વરિષ્ઠ IAS અધિકારી સુનયના તોમર આવતીકાલે વયનિવૃત્ત થઈ રહ્યા છે. રાજ્યના વહીવટી માળખામાં સુનયના તોમરનું યોગદાન નોંધનીય રહ્યું છે. તેમની નિવૃત્તિને પગલે ખાલી થનારી જગ્યાઓ અને વિભાગોના ચાર્જ અન્ય વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.
બ્યુરોક્રસીમાં મોટો ફેરફાર
શિક્ષણ વિભાગનો ચાર્જ હવે વરિષ્ઠ અધિકારી મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ધનંજય દ્વિવેદીને સામાન્ય વહીવટ વિભાગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ વહીવટી ફેરફારોથી રાજ્યના મુખ્ય વિભાગોમાં હવે નવા અધિકારીઓ કાર્યભાર સંભાળશે.
