ગુજરાતમાં મહિલા સશક્તિકરણ અને બાળ કલ્યાણના ક્ષેત્રે એક મોટી પહેલ હેઠળ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 9,000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ અવસરે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. CM ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે હળવી મજાક કરતા કહ્યું હતું કે, "આટલી બધી બહેનો બેઠી છે છતાંય અવાજ નથી આવતો. કદાચ મોબાઈલ હશે એટલે પણ શાંત બેઠા હશે. અમને ચિંતા થાય કે બહેનો કેમ આટલી બધી શાંત છે."


CM ના સંબોધનના મુખ્ય અંશ...

  • આંગણવાડીને બાળકોના ઘડતરનું પ્રથમ પગથિયું ગણાવીને તેમણે આંગણવાડી બહેનોને માતા યશોદાથી કમ નથી કહી હતી.
  • તેમણે કહ્યું કે, હવે આંગણવાડી કેન્દ્રને નંદઘર તરીકે ઓળખવામાં આવે છે.
  • તેમણે ભૂતકાળને યાદ કરીને જણાવ્યું કે, પહેલા આંગણવાડીઓનો અભાવ હતો અને જૂના મકાનો કે મંદિરોમાં ચાલતી હતી.
  • હાલમાં રાજ્યમાં 53 હજારથી વધુ આંગણવાડીઓ કાર્યરત છે.
  • વધુમાં, 170 નવી આંગણવાડી અને તેડાગરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
  • સરકારે આગામી 3 વર્ષમાં વધુ 10 હજાર આંગણવાડી બનાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે, જે આંગણવાડી નેટવર્કને સશક્ત બનાવશે અને સેવાઓમાં ગુણવત્તાયુક્ત સુધારો લાવશે.
  • આ નિમણૂકથી બાળ પોષણ અને મહિલા કલ્યાણના ક્ષેત્રે મજબૂતી આવશે.

આ પણ વાંચો : Ahmedabad એરપોર્ટ પર ખળભળાટ, મદીના-હૈદરાબાદ ફ્લાઇટમાં બોમ્બની ધમકી, ઈમરજન્સી લેન્ડિંગ 

  • Follow us on: