ગાંધીનગરના પીંપળજ વિસ્તારમાં આવેલી ખાણ ખનીજ વિભાગની ચેક પોસ્ટ પાસે આજે એક ચોંકાવનારી ઘટના બની છે. રેતી ભરેલા એક બેકાબૂ ડમ્પરે ખાણ ખનીજ વિભાગની જ સરકારી ગાડી પર પલટી મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પર નીચે આખી ગાડી દબાઈ ગઈ હતી.


ચેક પોસ્ટ પાસે ડમ્પર પલટી ગયું

પ્રાપ્ત વિગતો અનુસાર, પીંપળજ પાસે ખાણ ખનીજ વિભાગની ચેક પોસ્ટ આવેલી છે, જ્યાં અધિકારીઓ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. આ દરમિયાન એક ડમ્પર ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અથવા તો ચેકિંગથી બચવાના પ્રયાસમાં ડમ્પર પલટી ખાઈ ગયું હતું. કમનસીબે આ ડમ્પર ત્યાં ઉભેલી વિભાગની ગાડી પર જ પડ્યું હતું.

ગાડીનો ડ્રાઈવર ઈજાગ્રસ્ત

ડમ્પર પલટી જતાં સરકારી ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માત સમયે ગાડીમાં હાજર ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો અને વિભાગના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મહામુસીબતે ડ્રાઈવરને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Morbi: GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં ધડાકો, ઓવરહિટીંગના કારણે બ્લાસ્ટમાં શ્રમિક દાઝ્યો

  • Follow us on: