ગાંધીનગરના સેક્ટર 30 સર્કલથી ચિલોડા તરફ જવાના માર્ગ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ગાંધીનગરમાં હિટ એન્ડ રન
મળતી માહિતી મુજબ, કાર ચાલક જ્યારે સેક્ટર 30 સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારને મોટાપાયે નુકસાન થયું છે અને કારનો આગળનો ભાગ કચડાઈ ગયો છે. અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી અજાણ્યો વાહન ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
