ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે ફરી એકવાર આંદોલનના સૂર રેલાયા છે. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ ના નેજા હેઠળ રાજ્યના ખૂણેખૂણેથી હજારો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ગાંધીનગરમાં એકત્રિત થઈ હતી. આંગણવાડી બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે.
સરકાર સાથેની મડાગાંઠ યથાવત
આંગણવાડી કર્મચારીઓનો આક્ષેપ છે કે અગાઉ સરકાર સાથે અનેક તબક્કાની ચર્ચાઓ થઈ હોવા છતાં વેતન વધારા કે અન્ય પાયાના પ્રશ્નોનું કોઈ ઠોસ નિરાકરણ આવ્યું નથી. સરકાર દ્વારા અપાયેલા આશ્વાસનો માત્ર કાગળ પર રહેતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.










