ગુજરાતના વાહનચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વાહનોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે PUC (Pollution Under Control) ની ફીના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ PUC ફીમાં રૂ. 20 થી લઈને રૂ. 50 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા સુધારેલા દરો મુજબ, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર અને ભારે વાહનો એમ તમામ કેટેગરીમાં ભાવ વધારો અમલી બન્યો છે. ખાસ કરીને મધ્યમ વર્ગના વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરો પર આ વધારાની સીધી અસર જોવા મળશે.

વાહનનો પ્રકારજૂની ફી (રૂ.)નવી ફી (રૂ.)વધારો (રૂ.)
ટુ-વ્હીલર (બાઈક/સ્કૂટર)305020
થ્રી-વ્હીલર (રિક્ષા)506010
ફોર-વ્હીલર (કાર)8013050
ભારે વાહન (બસ/ટ્રક)10015050

પ્રદૂષણ તપાસવું હવે ખર્ચાળ

રાજ્યમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે PUC સેન્ટરના સંચાલકો દ્વારા લાંબા સમયથી ફી વધારાની માંગ કરવામાં આવી રહી હતી, જેને ધ્યાને રાખીને સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. જોકે, કાર ચાલકો માટે સીધો રૂ. 50 નો વધારો ઘણો મોટો ગણાય રહ્યો છે. હવેથી વાહનચાલકોએ પોતાનું વાહન રોડ પર ચલાવવા માટે પ્રદૂષણ મુક્ત હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે વધારાના નાણાં ખર્ચવા પડશે. નિયમ મુજબ જો વાહનચાલક પાસે માન્ય PUC નહીં હોય, તો ટ્રાફિક પોલીસ દ્વારા તેને મોટો દંડ ફટકારવામાં આવે છે, જેના કારણે હવે મોંઘા ભાવે પણ PUC કઢાવવું ફરજિયાત બનશે.

આ પણ વાંચો : Rajkot માં પાણીના ધાંધિયા, એક મહિનાથી તરસ્યા રહીશો રસ્તા પર, ઉદય કાનગડના ઘરે મહિલાઓનો હલ્લાબોલ