ગાંધીનગર મહાનગરપાલિકામાં મહત્વના ગણાતા ચીફ ફાયર ઓફિસરના પદ પર નિમણૂક પ્રક્રિયા લાંબા સમયથી વિવાદો અને વિલંબના વમળમાં ફસાઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આ જગ્યા ભરવા માટે જરૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી કોઈ કાયમી ઉમેદવાર આ પદ પર કાર્યરત થઈ શક્યો નથી. GPSC દ્વારા આ પદ માટે ઓમ જાડેજાના નામની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક થઈ શકી નથી.


GPSC ભરતી કરી છતાં ઉમેદવાર ન આવ્યા

નવીનતમ વિગતો મુજબ, આ જગ્યા ભરવા માટે GPSC દ્વારા બે વાર વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આમ છતાં, પાત્રતા ધરાવતા અથવા જોડાવા ઈચ્છુક ઉમેદવાર ન મળવાને કારણે તંત્ર મુંઝવણમાં મુકાયું છે. સામાન્ય રીતે સરકારી નોકરીઓ માટે પડાપડી થતી હોય છે, ત્યારે આ કિસ્સામાં વેઇટિંગ લિસ્ટ ખોલવા છતાં કોઈ ઉમેદવાર ન આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. આ સમગ્ર વિલંબ પાછળનું મુખ્ય કારણ કોર્ટ મેટર હોવાનું પણ સામે આવ્યું છે.

ભરતી બાદ ઓમ જાડેજાની GPSC ભલામણ કરી

કાયદાકીય ગુંચવણો અને ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન આ જગ્યા પર નવી નિમણૂક આપી શકતું નથી. ગાંધીનગર જેવા સંવેદનશીલ અને પાટનગર ગણાતા શહેરમાં ફાયર વિભાગના વડાનું પદ ખાલી હોવાથી ઇમરજન્સી સુવિધાઓ અને વહીવટી કામગીરી પર તેની વિપરીત અસર પડી શકે છે. હાલમાં આ મુદ્દો સરકાર અને કોર્પોરેશન વચ્ચે મંજૂરીના સ્તરે અટવાયેલો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: