ગાંધીનગરમાં આવેલી એક ખાનગી કોલેજમાં ચકચારી ઘટના સામે આવી છે. કોલેજના ક્લાસ રૂમમાં જ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવતા શૈક્ષણિક આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કોલેજ છૂટ્યા બાદ આ પગલું ભરાયું હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.


 ખાનગી કોલેજમાં વિદ્યાર્થિનીનો આપઘાત

મૃતક વિદ્યાર્થિનીની ઓળખ શિવાની આહીર તરીકે થઈ છે. શિવાની મૂળ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સામેત્રા ગામની વતની હતી અને ગાંધીનગરની આ ખાનગી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. મળતી માહિતી મુજબ, કોલેજનો સમય પૂર્ણ થયા બાદ જ્યારે અન્ય વિદ્યાર્થીઓ રવાના થયા હતા, ત્યારે શિવાનીએ ખાલી ક્લાસ રૂમમાં જઈ ગળે ફાંસો ખાઈ લીધો હતો.

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ સેક્ટર-૭ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શિવાનીએ આટલું આત્મઘાતી પગલું કેમ ભર્યું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો:સજ્જુ કોઠારી ગેંગ દ્વારા સરકારી જમીન પર કરાયેલું દબાણ પોલીસના સપાટામાં, 15થી વધુ દુકાનો પર બુલડોઝર ફરશે

  • Follow us on: