ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય મથક કમલમ'ખાતે આજે સંગઠનની એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં SIR ની કામગીરીના લેખાજોખા લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતૃત્વની ઉપસ્થિતિ એ સૂચવે છે કે આગામી સમય માટે ભાજપ સંગઠન સ્તરે કોઈ મોટું આયોજન કરી રહ્યું છે.
રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વની ઉપસ્થિતિ
આ બેઠકમાં ખાસ કરીને રાષ્ટ્રીય સ્તરના નેતાઓની હાજરી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને SIR કામગીરીના રાષ્ટ્રીય સંયોજક ઓમ પ્રકાશ ધનખડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પ્રદેશ ભાજપ અધ્યક્ષની અધ્યક્ષતામાં સમગ્ર બેઠકનું સંચાલન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગુજરાત ભાજપના ત્રણેય મહામંત્રીઓ પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા.










