ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવ (MSP)થી મગફળીની ખરીદી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારની આ પહેલથી મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ મળ્યો છે અને તેમને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે. રાજ્ય સરકારના તાજેતરના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ 4.44 લાખ ક્વિન્ટલ મગફળીની MSP થી ખરીદી કરવામાં આવી છે.

ગુજરાતમાં મગફળીની 'ટેકા'ની મોસમ

આ ખરીદી પ્રક્રિયામાં રાજ્યના 1.95 લાખ ખેડૂતોને સીધો લાભ થયો છે, જેમની પાસેથી કુલ રૂપિયા 3,230 કરોડની કિંમતની મગફળી ખરીદવામાં આવી છે. સરકારે ખરીદાયેલી મગફળી પેટે અત્યાર સુધીમાં ખેડૂતોને રૂપિયા 513 કરોડની રકમની ચૂકવણી પણ કરી દીધી છે, જેનાથી ખેડૂતોને આર્થિક રાહત મળી છે. હાલમાં રાજ્યભરમાં કુલ 297 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે, જેથી દૂર-દૂરના ખેડૂતો પણ સરળતાથી પોતાનો પાક વેચી શકે.