ગુજરાતના 14 દરિયાકાંઠાના જિલ્લાઓમાં વસવાટ કરતા માછીમારોની વસ્તી ગણતરી (સેન્સસ) હાથ ધરવામાં આવી છે. આ ગણતરી મરીન ફિશરીઝ સેન્સસ - 2025 ના શીર્ષક હેઠળ કરવામાં આવી રહી છે.
માછીમારોની વસ્તી ગણતરી
આ મહત્વપૂર્ણ સર્વે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) અને સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMFRI) ના સહયોગથી કરવામાં આવી રહ્યો છે. વસ્તી ગણતરીની કામગીરી 18 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે.
ICAR, CMFRI દ્વારા સર્વે
ICAR-CMFRI ના કર્મચારીઓ માછીમારોના ઘરે-ઘરે ફરીને માહિતી એકત્ર કરી રહ્યા છે. માછીમારોનું રજીસ્ટ્રેશન મોબાઈલ એપ મારફતે ડિજિટલ રીતે કરવામાં આવી રહ્યું છે. આ વસ્તી ગણતરીમાં દરિયાઈ ગામના સરપંચ, આગેવાનો, ફિશરીઝ ગાર્ડ અને સાગર મિત્રોનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. આ સેન્સસનો ઉદ્દેશ્ય દેશના માછીમારી ક્ષેત્રને લગતી સચોટ માહિતી મેળવીને, ભવિષ્યમાં આ સમુદાયના કલ્યાણ અને દરિયાઈ સંસાધનોના વ્યવસ્થાપન માટે નીતિઓ બનાવવાનો છે.
આ પણ વાંચો: 34 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત, બીલખા રોડ પર બેભાન હાલતમાં મળતાં રહસ્ય ઘેરું
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d