ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરાયા છે. રાજ્ય સરકાર દ્વારા એક સાથે આશરે 800 જેટલા કર્મચારીઓને પ્રમોશન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 80 નાયબ મામલતદારોની જિલ્લા પ્રમાણે બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ હેઠળ કાર્યરત રહેલા ક્લાર્ક અને તલાટી વર્ગ ત્રણના કર્મચારીઓને પ્રમોશન આપીને નાયબ મામલતદાર વર્ગ ત્રણ તરીકે નિયુક્ત કરાયા છે.
જુઓ કર્મચારીઓની બઢતીનું લિસ્ટ
નવા જિલ્લાઓમાં બદલી કરવા સૂચના
રાજ્યમાં લાંબા સમયથી બઢતીની રાહ જોતા કર્મચારીઓ માટે સરકારે આજે નિર્ણય લીધો છે. સરકારના ઓર્ડર પ્રમાણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોને રાજ્યની વહિવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા જિલ્લાઓમાં બદલી કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિતના જિલ્લાઓમાં બદલીઓ કરવામાં આવી છે. તલાટી અને કારકૂન કેડરમાં લાંબા સમયથી અટકેલી પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ થતાં કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : PM મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે, ચૂંટણી પહેલા આ જિલ્લામાં સીધો ફાયદો થશે













