ગુજરાતમાં હવામાનના મિજાજમાં સતત પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે તાજું વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ બુલેટિન મુજબ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં વરસાદની અસર
હવામાન વિભાગની આગાહી મુજબ, ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. પવનની ગતિ 40 કિમી/કલાક સુધી રહેવાની શક્યતા છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે.













