ગુજરાત સરકાર ભલે રાજ્યની માથાદીઠ આવક 3 લાખ રૂપિયાને પાર થઈ હોવાના મોટા દાવાઓ કરતી હોય, પરંતુ ગરીબી નિર્મૂલન અંગેના તાજેતરના અહેવાલો આ દાવાઓ પર ગંભીર સવાલ ઉભા કરે છે. ગરીબી નિર્મૂલન સૂચકાંકમાં ગુજરાત અનેક રાજ્યોથી ઘણું પાછળ છે.


આવક અને ગરીબીનો વિરોધાભાસ

અહેવાલ મુજબ, ગુજરાતનો ગરીબી ઇન્ડેક્સ 9.03 ટકા જેટલો ઊંચો છે, જ્યારે કેરળ, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યો ગરીબી નિર્મૂલનમાં ગુજરાત કરતાં ઘણા આગળ નીકળી ગયા છે. આ રિપોર્ટમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની આવકની મોટી અસમાનતા પણ ઉજાગર થઈ છે. રિપોર્ટ મુજબ, રાજ્યમાં શહેરી ગરીબી 3.81 ટકા છે, જ્યારે ગ્રામ્ય ગરીબી ચિંતાજનક રીતે 17.15 ટકા જેટલી ઊંચી છે. આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે, ગુજરાતમાં માથાદીઠ આવક વધવા છતાં વિકાસનો લાભ ગ્રામ્ય વિસ્તારના ગરીબ વર્ગ સુધી પૂરતો પહોંચ્યો નથી. આ સ્થિતિ રાજ્ય સરકારની ગરીબી નિર્મૂલન નીતિઓ પર પુનર્વિચાર કરવા માટે સૂચવે છે.

આ પણ વાંચો : Kheda News : ડાકોરના PSI આકાશ ચૌધરી સામે પરિણિતા પર દુષ્કર્મની ફરિયાદ, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

  • Follow us on: