ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાય આજે સત્તાવાર રીતે નિવૃત થવા જઈ રહ્યા છે. 36 વર્ષની લાંબી અને નોંધપાત્ર સરકારી સેવા પૂર્ણ કર્યા બાદ તેઓ નિવૃત્તિ લઈ રહ્યા છે.
25થી 30 વર્ષ સુધી સેવા આપેલી વિવિધ કચેરીઓની મુલાકાત લીધી
નિવૃત્તિ પૂર્વે DGP વિકાસ સહાયે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓએ પોતાની નોકરી દરમિયાન 25થી 30 વર્ષ સુધી સેવા આપેલી વિવિધ કચેરીઓની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અમદાવાદ સ્થિત કચેરીની મુલાકાતના વીડિયો તેમણે પોસ્ટ કર્યા છે.
પોતાની સેવા યાદોને તાજી કરતા અને સહકર્મીઓ સાથે વાતચીત કરતા નજરે પડે છે
વિડિયોમાં તેઓ પોતાની સેવા યાદોને તાજી કરતા અને સહકર્મીઓ સાથે વાતચીત કરતા નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને અનેક લોકોએ તેમની પ્રશંસા કરી છે.
તેમની શિસ્ત, દૃઢ નેતૃત્વ અને નિષ્ઠાપૂર્વકની સેવા
પોલીસ વિભાગમાં તેમની શિસ્ત, દૃઢ નેતૃત્વ અને નિષ્ઠાપૂર્વકની સેવા માટે વિકાસ સહાયને યાદ કરવામાં આવશે. તેમની નિવૃત્તિ સાથે જ ગુજરાત પોલીસમાં એક અનુભવી અધિકારીને વિદાય મળી છે.
આ પણ વાંચો---- Vadodara: મકરપુરા પોલીસની સરાહનીય કામગીરી, જીવને જોખમમાં મૂકી દારૂ ભરેલી ગાડી ઝડપી