SMC (સ્પેશિયલ મોનિટરિંગ કન્ટ્રોલ) દ્વારા બિશ્નોઇ ગેંગના મુખ્ય સુત્રધાર અશોક બિસ્નોઇ સામે કરાયેલા ફાયરિંગ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે કહ્યું છે કે બિશ્નોઇ ગેંગ સામેની લડાઇમાં અમે અમારા બે જાંબાજ અધિકારી ગુમાવેલા છે. લીમડી પાસે અશોક બિશ્નોઇએ ગાડી ચલાવી રહેલા પીએસઆઇ રવિયાને બેલ્ટ વડે ટૂંપો આપવાનો પ્રયાસ અશોકે કર્યો હતો અને ત્યારે સાથી અધિકારીનો જાન બચાવવા માટે પીઆઇ ખાંટે તેના પગમાં ફાયરિંગ કરી તેને ઇજા પહોંચાડી હતી. SMCના બે કર્મીઓના જાન ગુમાવવાનો દુઃખદ અનુભવ થયો છે.
તેઓ નકલી દારૂનો વેપાર કરે છે
તેમણે કહ્યું હકે આસામમાંથી SMCની ટિમે અશોક બિસ્નોઇને ઝડપી પાડ્યો હતો. SMCના બે પીએસઆઈઓ આસામ મોકલાયા હતા અને ત્યાં અશોક સહિત ત્રણ આરોપીને પકડીને ગુજરાત લાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જણાયું કે, બિસ્નોઇ ગેંગનું બેઝ ગોવા સાથે જોડાયેલું છે અને તેઓ નકલી દારૂનો વેપાર કરે છે. આરોપીઓ પાસેથી છ મોબાઈલ ફોન જપ્ત થયા અને ખોટા આઇડી કાર્ડ સાથે તેઓ આસામમાં રોકાયેલા હતા.
પીએસઆઈ આર. જી. ખાંટને જવાબમાં ફાયરિંગ કરવું પડ્યું
તેને લઇને પોલીસની બે ટીમ ગુજરાતમાં પ્રવેશી ત્યારે અશોકે દાહોદના લીમડી નજીક સ્કોર્પિયો ગાડીમાં ડ્રાઈવ કરી રહેલા પીએસઆઇ રવિયા પર હુમલો કર્યો. બાજુમાં બેઠેલા પીએસઆઈ આર. જી. ખાંટને જવાબમાં ફાયરિંગ કરવું પડ્યું હતું.
SMCના બે સાથીઓનું મૃત્યુ થયું છે
SMCના વડા નિલિપ્ત રાયે જણાવ્યું, કે બિસ્નોઇ ગેંગ સામે લડાઈમાં અમારે બે સાથી ગુમાવેલા છે જેમાં પીએસઆઇ જી. એસ. પઠાણનું લીમડી ખાતે અકસ્માતમાં મૃત્યુ થયું હતું તો પીએસઆઇ સચિન શર્માનું આરોપી સાથેની ઝપાઝપીમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. એટેકથી મૃત્યુ
SMCના વડા નિલિપ્ત રાયે શું કહ્યું
SMCના વડા નિલિપ્ત રાયે કહ્યું હતું કે અશોક બિશ્નોઇ છેલ્લા 1 વર્ષથી ફરાર હતો. ટીમો તેને ગોતી રહી હતી. ટેક્નિકલ ઇન્ટેલીજન્સના આધારે નંબર આરોપીના લોકેટ થયા તેથીએસએમસીના 2 પીએસઆઇ કે ડી રવિયા અને પીએસઆઇ પી એલ જાડેજાને ગૌહાટી મોકલાયા હતા. આરોપી ત્યાની હોટલમાં ખોટા આઇ કાર્ડથી રોકાયા હતા ત્યાંથી અશોક સહિત ત્રણની ધરપકડ કરાઇ હતી. બંનેને પૂછપરછ માટે લવાયા હતા. અશોક ઝાલોરનો રહેવાસી છે.
ખોટા નંબર પ્લેટ અને ખોટી બિલ્ટી લઇને ગુજરાતમાં દારુ લાવતા
અશોક બિશ્નોઇનો ગુનાઇત ઇતિહાસ છે. તે ગુજસીટોકના ગુનાનો મુખ્ય આરોપી છે. ગેરકાયદે દારુની હેરાફેરી જે ટોળકી કરે છે તેનો લીડર છે અને ગેંગનો મુખ્ય સુત્રધાર છે. ડીજીપીએ તેના ઉપર 25 હજારનું ઇનાંમ જાહેર કરેલું હતું,. તેની ગેંગ ગોવામાં રહીને કાર્યરત રહી ગેંગના સાગરીતો સાથે મળી ને નકલી દારુ અને હલકી ગુણવત્તાવાળો દારુ બનાવી ખોટી મેન્યુફેક્ચરીંગ ડીટેઇલ લખેલી ખોટા બેચ માર્કથી વેચતો હતો. અને ખોટા નંબર પ્લેટ અને ખોટી બિલ્ટી લઇને ગુજરાતમાં દારુ લાવતા હતા.
આરોપીએ ડ્રાઇવરની સીટ બેલ્ટ પકડીને પીએસઆઇને રવિયાને ગળેફાંસો આપવાની કોશિશ કરી
આરોપી ધરપકડ કરાઇ ત્યારથી પોલીસ સાથે સહયોગ કરતો ન હતો. એડમીન પીઆઇ આર.જી ખાંટ પણ આરોપી લેવા ગયેલા હતા. બંને ટીમો આરોપીને ગુજરાતની હદમાં આવી ત્યારે લીમડી પોલીસની આજુબાજુ પોલીસ ગાડી સ્કોર્પીયોમાં લઇને આવતા હતા અને પીએસઆઇ કે ડી રવિયા ડ્રાઇવ કરતા હતા. બંને પીએસઆઇ અંદર બેઠેલા હતા. અશોકે લીમડી પાસે ગાડી પસાર થઇ ત્યારે આરોપીએ ડ્રાઇવરની સીટ બેલ્ટ પકડીને પીએસઆઇને રવિયાને ગળેફાંસો આપવાની કોશિશ કરી હતી જેથી બાજુમાં બેઠેલા ખાંટે રોકવાનો પ્રયાસ કર્યો અને બેલ્ટ છોડવા સૂચના આપી જેથી પીઆઇ ખાંટે આરોપીને પગમાં ફાયરીંગ કરેલું હતું તેમાં પગમાં ઇજા કરી હતી. સાથી અધિકારીના રક્ષણ માટે ઇજા કરાઇ હતી. ત્યારબાદ લીમડી સીએચસીમાં સારવાર માટે મોકલ્યા હતા.
આ પણ વાંચો---- DGP વિકાસ સહાય આજે નિવૃત, 36 વર્ષની સરકારી સેવા બાદ વિદાય, સોશિયલ મીડિયામાં ભાવુક વીડિયો શેર