ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષના શિસ્તભંગ બદલ આકરા પગલાં લેવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન પક્ષના સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડવા અને કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહેવા બદલ જિલ્લાના કુલ 20 જેટલા નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
કયા વિસ્તારમાં કેટલા નેતા સસ્પેન્ડ?
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ શિસ્તભંગની ફરિયાદના આધારે તપાસ કરી તાલુકાવાર નેતાઓને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે.
- માણસા તાલુકા: 12 નેતાઓ (સૌથી વધુ સસ્પેન્શન)
- દહેગામ તાલુકા: 04 નેતાઓ
- કલોલ તાલુકા: 04 નેતાઓ
- કુલ સસ્પેન્શન: 20 નેતાઓ

ઉમેદવારોને હરાવવાના પ્રયાસોનો આરોપ
જિલ્લા કોંગ્રેસ સમિતિના જણાવ્યા અનુસાર, સસ્પેન્ડ કરવામાં આવેલા નેતાઓ પર આરોપ છે કે, તેઓએ ચૂંટણી સમયે પક્ષના વ્હીપ કે સૂચનાઓનું ઉલ્લંઘન કર્યું હતું અને આડકતરી રીતે વિરોધ પક્ષના ઉમેદવારોને મદદ કરી હતી. પક્ષના માળખાને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Gandhinagar: કલેક્ટરો માત્ર પ્રોટોકોલ સુધી સીમિત ન રહે, ટૂરિઝમ અને જનસેવા પર ધ્યાન આપે-DyCM