રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને HTAT મુખ્ય શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ નિર્ણયથી લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહેલા ઉમેદવારોની હવે ભરતી થશે.


કુલ 1808 જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરાશે

સરકારે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર,રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોની ખાલી પડેલી કુલ 1808 જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટેની સૂચના આપવામાં આવી છે.આ સમગ્ર ભરતી પ્રક્રિયા 1:1:2 ના રેશિયો અંતર્ગત કરવામાં આવશે.જે માટે વહીવટી તંત્રને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવાના કડક આદેશો છૂટ્યા છે. શિક્ષણ વિભાગે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી જગ્યાઓ માટે પણ દરખાસ્ત મોકલવા જણાવ્યું છે.

જગ્યાઓ ભરવા માટે યુદ્ધના ધોરણે પ્રક્રિયા શરૂ

આગામી નવા અંદાજપત્રની તૈયારીઓ શરૂ થાય તે પૂર્વે જ આ નવી જગ્યાઓની દરખાસ્ત મોકલી આપવા માટે વહીવટી તંત્રને સુનિશ્ચિત કરવા કહેવાયું છે.શિક્ષણ વિભાગના આ આક્રમક અને ત્વરિત નિર્ણયને પગલે રાજ્યની સરકારી શાળાઓના વહીવટી માળખામાં મોટો સુધારો થશે અને શિક્ષણનું સ્તર વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવી રહ્યું છે.વહીવટી તંત્ર હવે આ 1808 જગ્યાઓ ભરવા માટે યુદ્ધના ધોરણે પ્રક્રિયા શરૂ કરશે.

આ પણ વાંચોઃ Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી



  • Follow us on: