ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે આગામી તા. ૧૭ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ વિદ્યાર્થીઓ પાળી પદ્ધતિનો વિકલ્પ પસંદ કરી શકે તેવી વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે.

4 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

તે સિવાય અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને દર વર્ષ કરતા આ વખતે અગ્રતા આપવામાં આવશે. ખાનગી શાળાઓમાં ગત વર્ષે પ્રવેશ મેળવેલા કુલ વિદ્યાર્થીઓના ૨૫ ટકા એટલે કે ૮૪ હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ આપવાની જાહેરાત કરાઈ છે. ગત વર્ષે ૯૩ હજાર જેટલી બેઠકો પર પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તા. ૪ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

સૌથી વધુ અંદાજે 38 ટકા જેટલા આંગણવાડીના બાળકો પ્રવેશ મેળવતા હતા

આ વખતે ગુજરાતી માધ્યમમાં ૪૧,૪૧૧ બેઠક, અંગ્રેજી માધ્યમમાં ૪૦,૨૬૨ બેઠક, હિન્દી માધ્યમમાં ૨,૨૩૫ અને અન્ય માધ્યમોમાં ૩૨૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આરટીઈ પ્રવેશમાં દરેક કેટેગરી મુજબ અમતાક્રમ નક્કી કરેલો હોય છે. સૌથી પ્રથમ અમતા અનાથ બાળકોને આપવામાં આવે છે. અત્યાર સુધી એસસી, એસટી, ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના બાળકોનો ક્રમ ૧૧-૧૨ હતો અને આંગણવાડીના બાળકોનો ક્રમ ૯ હતો, જેના કારણે સૌથી વધુ અંદાજે ૩૮ ટકા જેટલા આંગણવાડીના બાળકો પ્રવેશ મેળવતા હતા. જોકે, આ વખતે અનામત કેટેગરીના બાળકોનો ક્રમ સુધારીને ૯ કરી દેવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Education News : ગુજરાત યુનિવર્સિટીમાં નવા કુલપતિની શોધ માટે સર્ચ કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય