ગાંધીનગર શહેરના સેક્ટર 1 વિસ્તાર પાસે આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મોપેડ પર જઈ રહેલા એક વૃદ્ધ દંપતીને પુરપાટ ઝડપે આવતી કારે જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારચાલકે પોતાની ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલા મોપેડને પાછળના ભાગેથી જોરથી ઠોકર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ પર સવાર વૃદ્ધ દંપતી રોડ પર પટકાયા હતા, જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.


ગાંધીનગરમાં અકસ્માત

અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલમાં ડોક્ટરો દ્વારા મહિલાની સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ, અકસ્માત સર્જીને કારચાલક નાસી છૂટ્યો હતો કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર નંબરના આધારે તપાસ તેજ કરી છે. પાટનગરમાં વધતા જતા માર્ગ અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Surat News : મહારાષ્ટ્ર અને BMC માં ભાજપની જીતને સુરતના ઉધનામાં ફટાકડા ફોડી વધાવાઈ, કાર્યકરોમાં ભારે ઉત્સાહ

  • Follow us on: