મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ખાસ કરીને મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ તેની સીધી અસર ડાયમંડ સિટી સુરતમાં જોવા મળી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભાજપના ભવ્ય મહાનગર કાર્યાલય ખાતે આજે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. મુંબઈમાં ભાજપ અને મહાયુતિના શાનદાર દેખાવના સમાચાર આવતાની સાથે જ સુરતના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઢોલ-નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે કાર્યકરોએ આકાશને આતશબાજીથી ભરી દીધું હતું.


સુરતમાં કેસરીયો માહોલ

આ ઉજવણીમાં સુરત શહેર ભાજપ પ્રમુખ અને અન્ય અગ્રણી નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ એકબીજાને ગુલાલ લગાવી અને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વહેંચી હતી. સુરત અને મુંબઈ વચ્ચે ગાઢ વ્યાપારી અને સામાજિક સંબંધો હોવાને કારણે મુંબઈની જીતનો આનંદ સુરતના કાર્યકરોમાં બમણો જોવા મળ્યો હતો. ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, આ જીત PM નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. આગામી સમયમાં આ વિજયનો ઉત્સાહ ગુજરાતની આગામી ચૂંટણીઓમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો : Porbandar News : કોસ્ટ ગાર્ડે પકડેલી પાકિસ્તાની બોટ મામલે ગુનો દાખલ, 9 ક્રૂ મેમ્બર સાથે ઝડપાઈ હતી બોટ

  • Follow us on: