ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ધારાસભ્ય ચૈતર વસાવાના સવાલના જવાબમાં રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં 145 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે.

શિક્ષકોની ભારે ઘટ


મંત્રીના જવાબ મુજબ નર્મદા જિલ્લાની 145 શાળામાં 1 જ શિક્ષક છે જ્યારે દાહોદની 15 શાળા 1 જ શિક્ષકથી ચાલી રહી છે.

નર્મદા જિલ્લામાં 549 શિક્ષકોની ઘટ


જ્યારે નર્મદા જિલ્લામાં 549 શિક્ષકોની ઘટ નોંધાઈ છે અને દાહોદ જિલ્લામાં 1284 શિક્ષકોની ખાલી જગ્યા છે. વયનિવૃત્તિ અને જિલ્લા ફેરબદલીને કારણે અનેક જગ્યાઓ ખાલી રહી છે.

 વૈકલ્પિક વ્યવસ્થા


શિક્ષકના અભાવે ભણતર બાધિત ન થાય તે માટે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. “જ્ઞાન સહાયક યોજના” હેઠળ શિક્ષણ વ્યવસ્થા જાળવવા પ્રયાસ થઈ રહ્યો હોવાનું મંત્રીએ જણાવ્યું. હતું.


  • Follow us on: