ગાંધીનગર ખાતે જમિયતપુરામાં આંજણા ચૌધરી સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે 300 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક વિશ્વ આંજણાધામ નિર્માણ પામશે. આ આંજણાધામનું આજે ભૂમિપૂજન રાખવામાં આવ્યું હતું. આધુનિક આંજણાધામમાં શિક્ષણ, હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, વોકેશનલ ટ્રેનિંગ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ, હેલ્થ કેર, ડી-એડિક્શન સુવિધા સહિત અનેક આધુનિક સુવિધાઓ ઉભી થશે. કૂલ 13 માળની ઈમારત અને 22 હજાર ચો.મીમાં વિકસાવાશે.
પૈસાની પાછળ રહી આપણા સંસ્કાર ના ભુલીએ
આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, આપણો સમાજ સૌથી વધુ ખેતી અને પશુપાલન કરતો વર્ગ છે. સમાજના કોઈપણ કાર્યક્રમમાં સમાજના આગેવાનો આગળ આવે છે પણ કોઈ રાજનેતાનું નામ આવે એટલે ડર લાગે છે. જેથી કોઈ રાજનેતાને આગેવાન નહીં બનાવી સમાજના વ્યક્તિ તરીકે રાખીશું તેવું નક્કી કરવામાં આવ્યું છે. સમાજના નાગરિકોને કહેવું છે કે, પૈસાની પાછળ રહી આપણા સંસ્કાર ના ભુલીએ તે યાદ રાખવું જોઈએ. આપણે આધ્યાત્મિક શક્તિને પણ ડેવલપ કરવી જોઈએ.
યુવાનોએ આગળ આવે તેવી વ્યવસ્થા કરવી પડશે
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, આવનારી યુવા પેઢી માટે પણ મદદરૂપ થવા તેવું કામ કરવું પડશે. આપણા સમાજના દીકરા અને દીકરીઓ કોઈ કંપનીના સીઈઓ બને અને કોમનવેલ્થ જેવી ગેમમાં ભાગ લઈ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ આવે તેવું કામ કરવું જોઈએ. માત્ર આઈએએસ અને આઈપીએસ નહીં પણ અન્ય ક્ષેત્રમાં પણ સમાજના યુવાનોએ આગળ આવે તેવી વ્યવસ્થા કરવી પડશે. આંજણો એટલે દારુ અને ડ્રગ્સ સહિતના વ્યસનો ના કરતો હોવો જોઈએ. આંજણાની ઓળખ વ્યસન મુક્ત હોવી જોઈએ.
સમાજ અને દેશ એક નેતૃત્વ હેઠળ કામ કરે તે જરૂરી
આ કાર્યક્રમમાં હાજર રહેલા સરદાર ધામના ગગજી સુતરિયાએ કહ્યું હતું કે, એક દાયકામાં યુવાઓ રોકાણ કરે તો સરકારના એક સિક્કાની બે બાજુ હશે. બધા પટેલોએ યુવાનોના વિકાસ માટે એક થવું જરૂરી છે. સમાજ અને દેશ એક નેતૃત્વ હેઠળ કામ કરે તે જરૂરી છે. ગુજરાતમાં તંદુરસ્ત હરીફાઈ થવી જોઈએ. સમાજે ખોટા ખર્ચા બંધ કરીને લોકોના હિત માટે કામ કરવું જરૂરી બન્યું છે. લગ્નમાં ખોટા ખર્ચા અને બેસણાની જાહેરાતના ખર્ચા બંધ કરવા જોઈએ. આજે લાઈબ્રેરી અને શિક્ષણ ક્ષેત્રે સમાજ ફાળો આપે તે જરૂરી છે.
આ પણ વાંચોઃ Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ કહ્યું, મંદિરના પુનઃનિર્માણનો વિરોધ કરતી તાકતો હજુ સક્રિય, આપણે સાવચેત રહેવાની જરૂર છે