વડાપ્રધાન મોદીએ આજે સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ખુલ્લી જીપમાં બેસીને હાથમાં ડમરૂ લઈ તેઓ શૌર્ય યાત્રામાં જોડાયા હતાં. આ યાત્રા બાદ તેમણે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. મહાદેવનો જળાભિષેક કર્યો હતો.સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. તેમણે સોમનાથ મંદિર માટે બલિદાન આપનાર વીરો અને વીર હમીરજીની પ્રતિમા પાસે પુષ્પાંજલી અર્પણ કરી હતી. સરદાર પટેલની પ્રતિમાને પણ વડાપ્રધાન મોદીએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. દેવાધિદેવના આશિર્વાદ લઈ તેઓ સભા સ્થળ પહોંચ્યા હતાં.
સદભાવના મેદાનમાં જંગી જનમેદનીને સંબોધન
સોમનાથમાં સદભાવના મેદાનમાં મુખ્યમંત્રીએ સાફો પહેરાવીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનને સાંભળવા માટે હજારોની જનમેદની ઉમટી પડી છે. જય સોમનાથના નારા સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે દેશના લોકો જોડાયા છે તેમને જય. સોમનાથ. આ વાતાવરણ અદભૂત છે. આ દિવ્ય વાતાવરણમાં ભગવાન સોમનાથના ભક્તોની ઉપસ્થિતિ આ અવસરને દિવ્ય બનાવે છે અને ભવ્ય બનાવે છે. હું તેને મારુ મોટું સૌભગ્ય માનું છું. 72 કલાક સુધી ઓમકારનો નાદ અને મંત્રોચ્ચાર વચ્ચે કાલે સાંજે એક હજાર ડ્રોન દ્વારા સોમનાથના એક હજાર વર્ષોની ગાથાનું પ્રદર્શન કરાયું હતું. આ આયોજનમાં ગર્વ છે ગરીમા છે અને ગૌરવ છે. તેમાં ગરીમાનું જ્ઞાન પણ છે. તેમાં વૈભવની વિરાસત પણ છે. તેમાં આદ્યાત્મની અનૂભૂતિ છે. સૌથી વધુ તેમાં દેવાધિદેવ મહાદેવના આશિર્વાદ છે.
શિવભક્તો અને ઉપાસકોએ, ધ્વજ ધારકોએ પોતાના પ્રાણોની આહૂતિ આપી
એક હજાર વર્ષ પહેલા આ જગ્યાએ જ્યાં તમે બેઠા છો ત્યાં શું માહોલ રહ્યો હશે. તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં તમારા અને અમારા પૂર્વજોએ જાનની બાજી લગાવી દીધી હતી. પોતાની આસ્થા માટે પોતાના વિશ્વાસ માટે મહાદેવ માટે તેમણે પોતાનું બધું જ ન્યોચ્છાવર કરી દીધું. હજાર વર્ષ પહેલા તેમણે વિચાર્યું હતું કે, તેમણે જીત મેળવી લીધી. પણ આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પર લહેરાઈ રહેલી ધજા ભારતના સામર્થ્ય અને શક્તિનું ઉદાહરણ પુરૂ પાડે છે. તે શૌર્ય અને વિરતાનું શાક્ષી છે. સોમનાથ માટે શિવભક્તો અને ઉપાસકોએ, ધ્વજ ધારકોએ પોતાના પ્રાણોની આહૂતિ આપી છે.
મહાભારત કાળમાં પાંડવો એ પણ આ તિર્થમા તપસ્યા કરી
હું એ દરેક વિરાંગનાને નમન કરુ છું. જેણે સોમનાથ માટે પોતાનું બધું જ દેવાધિદેવ મહાદેવને અર્પણ કરી દીધું. પ્રભાસ પાટણનું આ ક્ષેત્ર ભગવાન શિવનું ક્ષેત્ર તો છે. તેની પવિત્રતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. મહાભારત કાળમાં પાંડવો એ પણ આ તિર્થમા તપસ્યા કરી હતી. આ પણ એક સુખદ સંયોગ છે. આ જે આ સ્વાભિમાન યાત્રાના એક હજાર વર્ષ પૂરાં થયાં છે. તેની સાથે 1951માં થયેલા મંદિરના પુનછ નિર્માણના 75 વર્ષ પૂરા થયા છે. હું દરેકને સોમનાથ સ્વાભિમાન પર્વની શુભકામનાઓ આપું છું.આ પર્વ હજાર વર્ષની યાત્રાનું પર્વ છે, ભારતના અસ્તિત્વ અને અભિમાનનું પર્વ છે
આસ્થાના કેન્દ્ર એકબીજામાં સમાયેલા છે
સોમનાથને નષ્ટ કરવાના અનેક પ્રયાસ થયા તેવી રીતે વિદેશી આંક્રાંતાઓ દ્વારા સદીઓ સુધી ભારતને ખતમ કરવાની સતત કોશિશો થઈ, પરંતુ ના સોમનાથ નયું ના ભારત નષ્ટ થયું. ભારત અને તેની આસ્થાના કેન્દ્ર એકબીજામાં સમાયેલા છે. તમે તે ઈતિહાસ વિષે કલ્પના કરો આજથી હજાર વર્ષ પહેલા 1026માં સૌથી પહેલા ગજનીએ સોમનાથ મંદિરને તોડ્યું. તેને લાગ્યું તેણે સોમનાથનું વજૂદ મીટાવી દીધું. પણ સોમનાથનું નિર્માણ થયું હતું
આપણા પૂર્વજોના ત્યાગ અને બલિદાનનો છે
14મી શતાબ્દિના અંતમાં ફરી સોમનાથમાં હુમલો કર્યો અને તે પણ નાકામ રહ્યો. 15મી શતાબ્દિમાં મંદિરને દૂષિત કરવાની કોશિશ કરી. મહેમુદ બેગડાએ મંદિરને મશ્જિદ બનાવવાની કોશિશ કરી. ત્યાર બાદ અહ્લયાબાઈ હોલકરે નવા મંદિરની સ્થાપના કરી સોમનાથને ફરી સાકાર કરી દીધું. સોમનાથનો ઈતિહાસ વિનાશ અને પરાજયનો ઈતિહાસ નથી. આ ઈતિહાસ વિજય અને પુનઋ નિર્માણ છે. આપણા પૂર્વજોના ત્યાગ અને બલિદાનનો છે. આ મહાન ધૈર્ય પુનઃ નિર્માણનું આ સામર્થય છે. વિશ્વાસના ઈતિહાસમાં આવું ઉદાહરણ મળવુ મુશ્કેલ છે
મહાદેવનું એક નામ મૃત્યુંજય પણ છે.
તેમણે લોકોને સવાલ કર્યો હતો કે, આપણા પૂર્વજોએ કરેલા પરાક્રમમાંથી પ્રેરણા લેવી જોઈએ કે નહીં, એવા કોઈ સંતાનો હોય કે તે પોતાના પૂર્વજોને ભૂલવા માટેના પ્રયાસો કરે. જ્યારે ગજનીથી લઈને ઓરંગઝેબ સુધીના આક્રાંતાઓ હુમલો કરી રહ્યા હતાં. ત્યારે તેમને લાગ્યું હતું કે તેમની તલવાર સોમનાથને જીતી રહી છે. તેઓ એ ના સમજી શક્યા કે જે સોમનાથને નષ્ઠ કરવા માગે છે તેના નામમાંજ અમૃત જોડાયેલું છે. તેની અંદર મહાદેવના રૂપમમાં એક શક્તિ છે. જે કલ્યાણકારી અને પ્રચંડ શક્તિનો સ્ત્રોત છે. મહાદેવનું એક નામ મૃત્યુંજય પણ છે. જેણે મૃત્યુને જીતી લીધું છે. જે સ્વયં કાળ સ્વરૂપ છે.સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના પુનઃનિર્માણની શપથ લીધી તો તેમને પણ રોકવામાં આવ્યા હતાં.
કણ કણમાં પણ લોકો એ શંકરને જુએ છે
શિવ પૂરા વિશ્વમાં વ્યાપ છે. કણ કણમાં પણ લોકો એ શંકરને જુએ છે. પછી કોઈ કેવી રીતે આ શંકરના સ્વરૂપે નષ્ટ કરી શકે છે. આપણે એ લોકો છીએ જે જીવમાં પણ શીવને જોઈએ છીએ. આપણી આસ્થાને કોઈ કેવી રીતે ડગાવી શકે. આ સમયચક્ર છે કે સોમનાથને ધ્વસ્ત કરવાની મનશા લઈને આવેલા લોકો આજે ઈતિહાસના કેટલાક પાનાઓમાં ખોવાઈ ગયા છે. આજે સોમનાથ મંદિર તે જ વિશાળ દરિયા કિનારે ધર્મ ધજા લઈને ઉભું છે. જો કોઈ દેશ પાસે સો વર્ષની વિરાસત હોય તો તે દેશ તેને પોતાની ઓળખ બનાવી રજૂ કરે છે. આઝાદી બાદ ગુલામીની માનસિકતા વાળા લોકોએ ઈતિહાસને ભૂલાવી દેવાનો પ્રયાસ કર્યો. સોમનાથની રક્ષા માટે દેશે કેવા બલિદાન આપ્યા હતાં. વીર હમીરજી ગોહિલનું પરાક્રમ અને વેગડા ભીલનું શૌર્ય આવા અનેક નાયકોનો ઈતિહાસ સોમનાથ મંદિર સાથે જોડાયેલો છે. આ વીરોને મહત્વ આપવામાં નથી આપ્યું.
વિરોધ કરનારી તાકાતો આજે પણ જીવંત છે
સોમનાથના પુનઃ નિર્માણનો વિરોધ કરનારી તાકાતો આજે પણ જીવંત છે. આવી તાકાતો સામે આપણે સાવધાન રહેવાનું છે અને ખુદને શક્તિશાળી બનાવવાનું છે. આપણે એક રહેવાનું છે અને આવી દરેક તાકાતને હરાવવાની છે જે આપણી સામે પ્રપંચો કરે છે. પૂરા સ્વાભિમાન સાથે આપણી વિરાસતનું સંરક્ષણ કરીએ છીએ. જેથી આપણી સભ્યતાના મુળ મજબૂત થાય છે. છેલ્લા એક હજાર વર્ષોની યાત્રા આપણને આગળના એક હજાર વર્ષ માટે તૈયાર રહેવાની પ્રેરણા આપે છે. સોમનાથ મંદિરની ઉર્જા આપણા આ સંકલ્પોને ઉર્જા આપે છે. આજનું ભારત વિરાસતથી વિકાસની પ્રેરણા લઈને આગળ વધે છે. આ ભાવના નિરંતર સાકાર થઈ રહી છે. આપણી વિરાસર મજબૂત થઈ રહી છે. સિહોના સંરક્ષણથી આ વિસ્તારનું આકર્ષણ વધી રહ્યું છે. કેશોદ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
આપણાં ત્યાં આસ્થાની રાહ આપણને ધૃણા તરફ નથી લઈ જતી
આપણાં ત્યાં આસ્થાની રાહ આપણને ધૃણા તરફ નથી લઈ જતી. આપણે ગરીબી સામે જીતીશું. તલવારની નોક પર ક્યારેય કિલ્લાઓ નથી જીતી શકાતા. માટે ભારતે દુનિયાને એ નથી શિખવ્યું કે બિજાને હરાવીને જીતી શકાય, પણ કેવી રીતે દિલ જીતીને જીવી શકાય. આ વિચાર આજે દુનિયાની જરૂરત છે. ચાલો સંકલ્પ કરીએ આપણે વિકાસ તરફ આગળ વધીએ. તલવારની અણીએ દિલના જીતી શકાય.શક્તિ વિનાશ કરવાનો અહંકાર નથી. દરેક પડકારોને પાર કરી આપણે પોતાના લક્ષ્ય તરફ પહોંચીએ. આ કાર્યક્રમ આજે તો શરૂ થયો છે પણ આપણે હજાર વર્ષનું સ્મરણ કરી દુનિયાને આપણી વિરાસતનો પરિચય આપવાનો છે. આપણે 75 વર્ષનો આ પર્વ પણ ઉજવવાનો છે. 2027ના મે મહિના સુધી આપણે તેને ઉજવતા રહીએ.
આ પણ વાંચો: Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ હાથમાં ડમરૂ લઈને શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો, હર હર મહાદેવના નાદથી પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું