ત્યારે મુખ્ય કાર્યક્રમ સ્થળે તેમના આગમના પૂર્વે શિવભક્તિ સાથે દેશ ભક્તિનો માહોલ સર્જાયો હતો. વેરાવળ ખાતે ધોરણ ૪ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની નાની એવી બાળા જીનલ દેવેન્દ્રભાઈ જેઠવાએ ભારત માતા બની તિરંગો લહેરાવ્યો હતો. તેમની દેશભક્તિ જોઈ આસપાસના લોકોએ પણ હર હર મહાદેવની સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. આ વેળાએ સ્ટેજ પરથી કલાકારો એ પણ 'દિલ દિયા હૈ જાન ભી દેંગે' અને 'યે દેશ હૈ વીર જવાનો કા' જેવા ગીતોથી દેશ ભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું.


હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું

વડાપ્રધાને શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું. સોમનાથના ઇતિહાસની આ સૌથી મોટી આ શોર્ય યાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી. રૂટ પર વિવિધ રાજ્યોના કલાકારોએ ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસા સમાન વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પણ પણ પ્રસ્તુતિ કરી હતી. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા પણ સહભાગી થયા હતા.


આ પણ વાંચો : Gir Somnath SwabhimanParv : કેસરી સાફામાં સજ્જ વડીલોએ વ્યક્ત કર્યો વડાપ્રધાન પ્રત્યે સ્વાભિમાન અને શૌર્યનો ભાવ


  • Follow us on: