વેરાવળના સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટના ૬૫થી વધુ વડીલો એકસરખા કેસરી સાફા બાંધી શૌર્ય સ્વાભિમાન સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનના સ્વાગત-સન્માન સાથે રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટ વેરાવળના પ્રમુખ, દીપકભાઈ ટીલાવતે જણાવ્યું હતું કે, “સોમનાથની પવિત્ર ભૂમિ પર આવી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો અમને ગર્વ છે.


હજારો લોકોએ વડાપ્રધાનનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું

વડાપ્રધાન પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવા માટે અમે સૌએ કેસરી સાફા બાંધી તેમનું સ્વાગત-સત્કાર કરવાનો નિર્ધાર કર્યો છે.”શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રચેતનાના પ્રતિક સમી આ સભામાં વરિષ્ઠ નાગરિકોની ઉત્સાહી હાજરીએ સમગ્ર વાતાવરણને ગૌરવસભર અને પ્રેરણાદાયી બનાવ્યું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શોર્ય યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થયા ત્યારે સોમનાથના શંખ સર્કલ પર હર હર મહાદેવ.. જય સોમનાથના દિવ્ય જય ઘોષ સાથે હજારો લોકોએ વડાપ્રધાનનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું.

હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું

વડાપ્રધાને શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું. સોમનાથના ઇતિહાસની આ સૌથી મોટી આ શોર્ય યાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી. રૂટ પર વિવિધ રાજ્યોના કલાકારોએ ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસા સમાન વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પણ પણ પ્રસ્તુતિ કરી હતી. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા પણ સહભાગી થયા હતા.


આ પણ વાંચો : Vadodaraના અટલાદરામાં ગાય ડ્રેનેજમાં ખાબકી, સ્થાનિકોએ ફાયર વિભાગને કરી જાણ, જુઓ Video


 

  • Follow us on: