વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે 9.45 વાગ્યે સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા યોજાશે. વડાપ્રધાન આ શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવશે. 10.15 કલાકે તેઓ સોમનાથ મહાદેવની પૂજા અર્ચન કરશે. ત્યાર બાદ સ્વાભિમાન પર્વની જાહેર સભાને સંબોધિત કરશે.


12.00 વાગ્યે સોમનાથથી રાજકોટ જવા માટે રવાના

વડાપ્રધાન બપોરે 12.00 વાગ્યે સોમનાથથી રાજકોટ જવા માટે રવાના થશે. બપોરે 1.15 કલાકે વાઈબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. રાજકોટમા કોન્ફરન્સમાં તેઓ ઉદ્યોગકારો સાથે ગ્રીન ગ્રોથ અને બ્લુ એનર્જી મુદ્દે ચર્ચાઓ કરશે.બપોરે 3.30 કલાકે રાજકોટથી અમદાવાદ આવવા માટે રવાના થશે. સાંજે 4.45 વાગ્યે વડાપ્રધાન અમદાવાદ પહોંચશે અને 5.15 કલાકે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ફેઝ-2નું ઉદ્ઘાટન કરશે. તેઓ રાત્રિ રોકાણ ગાંધીનગરમાં રાજભવન ખાતે કરશે.ગાંધીનગરમા મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાનો પ્રારંભ થશે. વડાપ્રધાન મેટ્રો ફેઝ-2નું ઉદ્ઘાટન કરશે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીને ફેઝ ખુલ્લો મુકાશે.


આ પણ વાંચોઃ Gir Somnath SwabhimanParv: શંખ સર્કલથી વીર હમીરજી સ્ટેચ્યુ સુધી 108 અશ્વ સાથે શૌર્ય યાત્રા, PM મોદી જોડાશે


  • Follow us on: