1 કલાકની જહેમત બાદ ગાયનું કરાયું રેસ્ક્યુ અને ક્રેનની મદદથી ગાયને બહાર કાઢવામાં આવી હતી, અગાઉ ડ્રેનેજમાં ખાબકતા યુવકનું થયુ હતુ મોત, અને મનપાની ઘોર બેદરકારી ફરી છતી થઇ. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા બી.એ.પી.એસ. છાત્રાલય પાસે ખુલ્લી ગટરમાં એક ગાય ગત રાત્રે ખાબકી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળાએ તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનને જાણ કરી હતી.


[[$googlead]]

વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી છતી થઈ છે

આ ઘટના અંગે વાસણા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત ઉઠાવી હતી. ગટરની ખુલ્લી ચેમ્બર હોવાથી જગ્યા સાંકડી હોવાથી ફાયરે એક કલાકના સતત પ્રયત્નો બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી માલિકને સોંપી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી ફરી એક વખત વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી છતી થઈ છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Mount Abuમાં મીની જમ્મુ કાશ્મીર જેવો માહોલ, નક્કીલેક પર પ્રવાસીઓ ઉમટ્યા, જુઓ Video


  • Follow us on: