મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ માટે મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.
પ્રમુખોને રૂ. 1 કરોડની વિવેકાધીન ગ્રાન્ટ
આ હેતુસર મુખ્યમંત્રીએ રાજ્યની બધી જ ૩૪ જિલ્લા પંચાયતોના પ્રમુખોને રૂ. 1 કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જે-તે જિલ્લાના સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે ફાળવવાના દિશાનિર્દેશો આપ્યાં છે.













