ગુજરાતના ન્યાયતંત્રને લગતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કાયદા વિભાગ દ્વારા પાંચ જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. આ નિર્ણયને ન્યાયતંત્ર માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો

માહિતી મુજબ, આ નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર કાયદા વિભાગ દ્વારા લેવામાં આવેલા આ પગલાં પાછળ ગુજરાત હાઈકોર્ટ ની ભલામણ મહત્વપૂર્ણ રહી હોવાનું જાણવા મળે છે.

રાજ્યપાલના આદેશ બાદ થઈ હતી ભલામણ

સૂત્રો અનુસાર, આ મામલે રાજ્યપાલના આદેશ બાદ જ પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી સમીક્ષા અને ભલામણોના આધારે જ આ પાંચ જજને ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો છે.

ન્યાયતંત્રમાં ચર્ચાનો વિષય

આ ઘટનાએ ન્યાયતંત્રમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે અને કાયદાકીય વર્તુળોમાં પણ આ મુદ્દે વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. 


આ પણ વાંચો----     Gandhinagar : સરકાર આગામી 24 કે 25 માર્ચે વિધાનસભામાં લાવશે UCC વિધેયક, UCC કમિટી રિપોર્ટ સ્વીકારાયો