ગાંધીનગર જિલ્લાના અડાલજ વિસ્તારમાં ગૌ તસ્કરીનો એક ગંભીર કેસનો મામલો બહાર આવ્યો છે, જેમાં ગૌ સેવકોએ 10 થી વધુ પશુઓને બચાવ્યા છે. ગઈ કાલે રાત્રે અડાલજ પાસે ગૌ તસ્કરોએ વોચ ગોઠવીને પશુઓને બચાવી લીધા હતા
પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર સવાલ
અડાલજ પોલીસે ફરિયાદ અંગે તપાસ શરૂ કરી છે, પરંતુ ગૌ રક્ષકોનો આક્ષેપ છે કે પોલીસ નું યોગ્ય પેટ્રોલિંગ કરાતું નથી જેના કારણે ગૌ તસ્કરો બેફામ બન્યા છે. ગૌ રક્ષકોમાં પોલીસની કામગિરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હેલ્પલાઇન 1962 પર મદદ ના મળી હોવાનો આરોપ
આ ઘટના બાદ, ગૌ રક્ષકોએ હેલ્પલાઇન 1962 પર કોલ કરીને મદદ માગી હતી, પરંતુ ત્યાંથી યોગ્ય પ્રતિસાદ ના મળ્યો હોવાનો ગૌ રક્ષકોએ આરોપ લગાવ્યો છે.
ગૌ રક્ષકોનો રોષ
ગૌ રક્ષકોમાં આ ઘટના બાદ ભારે રોષ જોવા મળ્યો હતો. ગૌ રક્ષકોએ જણાવ્યું કે ગૌ રક્ષકોને ગૌ વંશની તસ્કરની માહિતી મળે છે તો પોલીસને કેમ મળતી નથી.
પશુઓની ગેરકાયદે તસ્કરી ક્યારે અટકશે?
એક તરફ રાજ્યમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે ત્યારે બીજી તરફ રાત્રીના સમયે ગૌ તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે પોલીસ રાત્રીના સમયે મજબત પેટ્રોલિંગ કરે તેવી માગ કરાઇ છે. આ મામલે રજૂઆત કરવા માટે ગઇ રાત્રે ગૌ રક્ષકો અડાલજ પોલીસ સ્ટેશન ખાતે એકઠાં થયા હતા.
આ પણ વાંચો----- Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી