ગુજરાત વિધાનસભામાં આજે દારૂબંધીના મુદ્દે ગરમ ચર્ચા થઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને દારૂબંધીના અમલ વિશે સવાલ કર્યો હતો. તેમણે પુછ્યું હતું, "ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે કે કેમ? અને શું સરકાર નક્કર પગલાં લેવા જઈ રહી છે?"
ગુજરાત પોલીસને અભિનંદન
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જવાબ આપતા રાજ્યની પોલીસને, જે દરરોજ નશીલા પદાર્થો અને ડ્રગ્સની સામે લડાઈમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે, અભિનંદન આપ્યા હતા
ગુજરાત પોલીસે ડ્રગ્સના રિસીવર્સને ઝડપી લીધા
તેમણે જણાવ્યું કે સુરત એરપોર્ટ પર ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે અને ગુજરાત પોલીસે ડ્રગ્સના રિસીવર્સને ઝડપી લીધા છે. આ જથ્થો કર્ણાટકના વિસ્તારથી આવીને રાજસ્થાન જતું હતું પરંતુ ગુજરાત પોલીસે તેને પકડ્યું.
200 કિલો ડ્રગ્સ ઈરાની નાગરિકો સાથે પકડાયું
તેમણે કહ્યું કે ગઈકાલે 200 કિલો ડ્રગ્સ ઈરાની નાગરિકો સાથે પકડાયું છે, જે ગુજરાત પોલીસ દ્વારા પકડાયું હતું. આ ડ્રગ્સ અન્ય રાજ્ય તરફ જઇ રહ્યું હતું
મહંમદ સુરતી કોણ હતા
હર્ષ સંઘવીએ દરિયાની વચ્ચે ગોળીઓનો સામનો કરીને પણ ગુજરાત પોલીસ ડ્રગ્સ પકડી રહી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે મહંમદ સુરતી કોણ હતા. કોની ગાડીમાંથી નશીલા પદાર્થ મળ્યા હતા તેવો સવાલ તેમણે કર્યો હતો.
ભાજપના સભ્યો ઊભા થઈ ગયા
હર્ષ સંઘવીના આ જવાબ પછી ભાજપના સભ્યો ઊભા થઈ ગયા હતા
અધ્યક્ષે શું કહ્યું
આ સમયે અધ્યક્ષે કહ્યું હતું કે આ જુની વાતો છે એટલે જ તો આ લોકો ત્યાં (વિપક્ષમાં) બેઠા છે.
આ પણ વાંચો---- Gujarat Budget 2026 : પાંચમુ બજેટ રજૂ કરતાં પહેલાં નાણાં મંત્રીનું નિવેદન