ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. શહેરમાં સેક્ટર 21માં શિવાજી મહારાજની તૈયાર કરવામાં આવેલી પ્રતિમાનું અનાવરણ કરાયું છે. આજે 900 કિલો વજન ધરાવતી આ પ્રતિમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે.
શિવાજી મહારાજની મૂર્તિનું સ્થાપન થયું
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, મારા માટે સારો દિવસ છે કે શિવાજી મહારાજની મૂર્તિનું સ્થાપન થયું છે.21 ફુટ ઊંચી પ્રતિમા થકી ગાંધીનગરના નાગરિકો અને યુવાનોને પ્રેરણા આપશે. શિવાજી મહારાજની સિદ્ધિ થકી આ દેશ ક્યારેય પાર પામી ન શકે એવા એમના ઉપકાર છે.ચારે બાજુ જ્યારે ગુલામીનો અંધકાર હતો, અફઘાનિસ્તાનથી કન્યાકુમારી તથા સોમનાથથી ઓરિસ્સા સુધી દેશ ગુલામીમાં હતો.અનેક વર્ષોની ગુલામી અને યાતનાથી લોકોને બચાવવા 16 વર્ષના શિવાજીએ નવો રસ્તો બતાવ્યો હતો.કોઈ સુવિધા કે સાધનો નહોતા. શિવાજી મહારાજના પિતા સ્વયં નોકરી કરતા હતા. એવામાં 16 વર્ષનો કિશોર રાય સ્વર મંદિરમાં પ્રતિજ્ઞા કરે કે જીવનભર લડત લડીશ. એ સમયે કોઈ સાચું નહોતા માનતા.
Also Read
Gandhinagar News: ‘ચૂંટણી પંચ નિષ્પક્ષ છે, વિપક્ષ બિનજરૂરી કાગારોળ કરવાનું બંધ કરે’ ભાજપ પ્રવક્તા ડો. અનિલ પટેલ
Gandhinagar News : રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા અને સ્થાનિક ડેમ મારફતે પાણી પહોંચે છે : જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ
Gandhinagar News : રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા અને સ્થાનિક ડેમ મારફતે પાણી પહોંચે છે : જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ
વિધ્વંશક તાકાત મંદિરો તોડશે તો અમે નવા બનાવીશું
બાળ શિવા હિન્દ સ્વરાજની સ્થાપના કરી શકશે એમ કોઈ માની શકતા નહોતા. જોતજોતામાં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો અને હિન્દ સ્વરાજની સ્થાપના થઈ. શિવાજી મહારાજની હિંમત તોડવા મુગલ તાકાત કામે લાગી પણ શિવાજી મહારાજે લડાઈ ન છોડી. કાશીના મંદિરો તોડ્યા ત્યારે શિવાજી મહારાજે દક્ષિણના મંદિરોની રક્ષા કરી. એ સમયે જ એમણે સંદેશો આપ્યો હતો કે, વિધ્વંશક તાકાત મંદિરો તોડશે તો અમે નવા બનાવીશું.રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ શિવાજી મહારાજની પ્રતિજ્ઞા પૂરી થઈ.અમારી સરકારે કાશી વિશ્વનાથ કોરિડોર ફરી બનાવ્યો.
16 વાર તુટેલું સોમનાથ મંદિર સુવર્ણજડિત થયું
16 વાર તુટેલું સોમનાથ મંદિર સુવર્ણજડિત થયું છે. શિવાજી મહારાજે એ જમાનામાં નવસેનાની સ્થાપના કરી અને સુત્ર આપ્યું હતું. આજે અંગ્રેજો ભારતીય નેવી પર જેમનું નિશાન મૂકીને ગયા હતા તેની જગ્યાએ શિવ મુદ્રિકા સ્થાપિત કરવાનું કામ મોદીજી એ કર્યું છે.ઝવેરચંદ મેઘાણીએ હાલરડું લખવા માટે શિવાજીની જ પસંદગી કરી.શિવાજીએ ભારતની ભાષા માટે ખૂબ કામ કર્યું.શાસન દરમિયાન પારસી અને ઉર્દૂ શબ્દો વ્યવસ્થામાંથી હટાવી મરાઠી તથા સંસ્કૃત શબ્દો વ્યવસ્થામાં લાવ્યા.શિવાજીના મૃત્યુના 100 વર્ષ બાદ તેમનો ભગવો પૂરા દેશ પર છવાઈ ગયો.સમિતીના સૌ સભ્યોને મનપૂર્વક સાધુ વાદ આપું છું. હમણાં જ શિવાજી પગલું માંડશે એવી આ મૂર્તિ બનાવી છે.










