ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા ડો. અનિલ પટેલે મતદાર યાદી સુધીકરણ અને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ યાદી જાહેર થતા જ હવે ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ ગયું છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા અને પારદર્શિતા ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, આઝાદી પછી મતદાર યાદી સુધીકરણનો કાર્યક્રમ અનેક વખત યોજાયો છે.
ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે આપી પ્રતિક્રિયા
ઘણીવાર યાદીમાં ડુપ્લિકેશન થતું હોય છે, પરંતુ તેની તપાસ અને સુધારો સમયાંતરે કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પંચ ફોર્મ નંબર 7નું યોગ્ય વેરિફિકેશન કરે છે અને સંપૂર્ણ નિષ્પક્ષ રીતે કામગીરી કરે છે. વિપક્ષ જે કાગારોળ કરી રહ્યો છે તે માત્ર પાયાવિહોણી છે. વિપક્ષના આક્ષેપો પર પ્રહાર વિપક્ષ અને કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7 અને મતદારોના નામ કમી કરવા બાબતે જે વિવાદસ્પદ રજૂઆતો કરવામાં આવી હતી.













