ગુજરાત વિધાનસભા ખાતેથી સંસદીય પ્રક્રિયાને વેગ આપતા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ગૃહના નાણાંકીય અને બિન-નાણાંકીય કામોની દેખરેખ અને સમીક્ષા માટે અલગ-અલગ 19 સમિતિઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ તમામ સમિતિઓ વિધાનસભાના અધિકાર પ્રમાણે એક 'નાનકડા ગૃહ' તરીકે કાર્યરત રહીને સરકારી કામકાજ પર નજર રાખશે. આ તમામ સમિતિઓમાં ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4 મુખ્ય નાણાંકીય સમિતિઓ બિનહરીફ વરાઈ
વિધાનસભાની સૌથી મહત્વની ગણાતી ચાર નાણાંકીય સમિતિઓ - અંદાજ સમિતિ, પંચાયત રાજ સમિતિ, જાહેર સાહસોની સમિતિ અને જાહેર હિસાબ સમિતિની રચના બિનહરીફ તરીકે થઈ છે. જેના ચેરમેન પદની જવાબદારી કેટલાક ધારાસભ્યોને સોંપવામાં આવી છે જેમાં અંદાજ સમિતિ: ડૉ. સી.જે. ચાવડા (ચેરમેન), જાહેર હિસાબ સમિતિ: પંકજ દેસાઈ (ચેરમેન), જાહેર સાહસોની સમિતિ: રમણલાલ વોરા (ચેરમેન), પંચાયત રાજ સમિતિ: ઉદય કાનગડ (ચેરમેન)
