ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ-એપ્રિલમાં યોજાનારી બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બોર્ડ દ્વારા આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની હોલ ટિકિટ આજથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે.

રજિસ્ટર્ડ લોગઇન આઇડીનો ઉપયોગ કરી ડાઉનલોડ કરી શકાશે

બોર્ડની માર્ગદર્શિકા મુજબ, વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે નહીં. શાળાઓએ પોતાની સ્કૂલ ઇન્ડેક નંબર અને રજિસ્ટર્ડ લોગઇન આઇડીનો ઉપયોગ કરીને બોર્ડની સત્તાવાર વેબસાઇટgseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કર્યા બાદ આચાર્યના સહી-સિક્કા કરીને વિદ્યાર્થીઓને વિતરણ કરવાનું રહેશે.

વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ

વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ મળ્યા બાદ તેમાં દર્શાવેલા પોતાના વિષયો, માધ્યમ અને નામની વિગતો ખાસ ચકાસી લેવી
પ્રવેશ પત્ર પર વિદ્યાર્થીનો ફોટ અને સહી યોગ્ય રીતે દેખાય છે કે નહીં તેની ખાતરી કરવી
જો હોલ ટિકિટમાં કોઇ પણ પ્રકારની ભૂલ જણાય તો તરત શાળાના આચાર્યનો સંપર્ક કરવો જેથી સમયસર બોર્ડમાં સુધારો કરાવી શકાય

પરીક્ષાનું વાતાવરણ

રાજ્યભરમાંથી આ વર્ષે લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ હવે પોતાની હોલ ટિકિટના આધારે પોતાના પરીક્ષા કેન્દ્ર અને બ્લોકની માહિતી મેળવી શકશે. શિક્ષણ વિભાગે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા પણ પૂર્ણ કરી લીધી છે.
 


  • Follow us on: