અમદાવાદ શહેર અને જિલ્લામાં ખાનગી હોસ્પિટલો સામે નિયમભંગના અનેક મામલા સામે આવ્યા છે. તાજેતરમાં આરોગ્ય વિભાગને કુલ 24 ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જેમાં દર્દીઓ પાસેથી નિયમોનું ઉલ્લંઘન કરીને નાણાં વસૂલવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ફરિયાદોની તપાસ બાદ તંત્ર દ્વારા 24 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે.

કાર્ડ હોવા છતાં નાણાંની વસૂલાત કરાઇ


માહિતી મુજબ કેટલાક કેસોમાં દર્દીઓ પાસે પીએમજેવાય કાર્ડ હોવા છતાં હોસ્પિટલો દ્વારા સારવાર માટે રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. નિયમો અનુસાર આવી યોજનાઓ હેઠળ દર્દીઓને મફત અથવા સબસિડીયરી સારવાર મળવી જોઈએ, છતાં હોસ્પિટલોએ નિયમોની અવગણના કરીને નાણાં વસૂલ્યા હોવાના આક્ષેપ થયા છે.


સંબંધિત હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી


આ મામલે આરોગ્ય વિભાગે ગંભીર નોંધ લઈને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અનેક હોસ્પિટલોમાં નિયમોનો ભંગ થયો હોવાની પુષ્ટિ મળતાં સંબંધિત હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.


 36.84 લાખનો દંડ હોસ્પિટલો પાસેથી વસૂલવામાં આવ્યો


અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ રૂ. 36.84 લાખનો દંડ હોસ્પિટલો પાસેથી વસૂલવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે ભુતકાળમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલો કાંડ બહાર આવ્યો હતો જેમાં પીએમજેવાય યોજનાનો દુરપયોગ કરાયો હતો

  • Follow us on: