ગાંધીનગર શહેરમાં ઉનાળાની વધતી ગરમી અને હીટ વેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મનપા દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.


નાગરિકોને ગરમીથી સુરક્ષિત રાખવા માટે શહેરમાં અનેક વ્યવસ્થાઓ

ઉનાળામાં નાગરિકોને ગરમીથી સુરક્ષિત રાખવા માટે શહેરમાં અનેક વ્યવસ્થાઓ કરવામાં આવશે. ખાસ કરીને પીવાના પાણીનો પુરવઠો નિયમિત રહે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

12 સ્થળોએ મંડપ ઉભા કરીને છાંયો અને ઠંડા પાણીની સુવિધા

શહેરના વિવિધ વિસ્તારોમાં 12 સ્થળોએ મંડપ ઉભા કરીને છાંયો અને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હીટ વેવથી બચાવવા માટે ORS પેકેટનું વિતરણ

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા લોકોને હીટ વેવથી બચાવવા માટે ORS પેકેટનું વિતરણ કરવામાં આવશે. સાથે જ વિવિધ એનજીઓ સાથે સંકલન કરીને શહેરમાં જરૂરિયાતમંદ લોકોને છાસ અને ઠંડું પાણી વિતરણ કરવાની પણ યોજના તૈયાર કરવામાં આવી છે.

બરફ અને ખાદ્ય પદાર્થોની નિયમિત ચકાસણી

ફૂડ સેફ્ટી વિભાગને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે ઉનાળામાં વેચાતા ઠંડા પીણાં, બરફ અને ખાદ્ય પદાર્થોની નિયમિત ચકાસણી કરવામાં આવે જેથી નાગરિકોના આરોગ્યને કોઈ જોખમ ન રહે.

એલર્ટ સિસ્ટમ સક્રિય રાખવામાં આવશે

સાથે સાથે હીટ વેવ અંગે લોકો સુધી સમયસર માહિતી પહોંચે તે માટે એલર્ટ સિસ્ટમ સક્રિય રાખવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને બપોરના સમયે બહાર જવાનું ટાળવા પણ અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો----    Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપ આ નિયમ લાગુ કરશે તો ઘણા નેતા થશે ઘરભેગા

  • Follow us on: